Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સર્વરોગ નિદાન કેમ્પ થકી ઘરઆંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોનું નિદાન, સારવાર અને માર્ગદર્શન મેળવવાની તક

જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન ભારત સહિતની પર્યાપ્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ

મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીના આદર્શો અને રાષ્ટ્રપ્રેમને અનુસરી ભારતને શ્રેષ્ઠ બનાવીએ

Rajkot: સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ નગરપાલિકા ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુક્યો હતો.

મંત્રીશ્રી કુંવરજીભાઈએ કેમ્પના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જસદણમાં ઘર આંગણે સ્પેશિયાલિસ્ટ તેમજ ૧૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટની ટીમ દ્વારા નિદાન તેમજ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનો તમામ ગ્રામજનો લાભ લઈ શકે છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સેવાના ૨૫ વર્ષને યાદ કરતા ખાસ કરીને આરોગ્યલક્ષી સેવાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સામાન્ય નાગરિકોને ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરેલી છે. વધુમાં હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે પણ નિઃશુલ્ક સારવાર થકી એકપણ વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધામાં કચાશ ન રહે તેનો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

આજે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજી તેમજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસે તેમના રાષ્ટ્રપ્રેમ અને આદર્શો અનુસરી રાષ્ટ્રને મજબૂત બનાવવાની મંત્રીશ્રીએ ભાવના વ્યક્ત કરી હતી.

જસદણ ખાતે આયોજિત કેમ્પમાં જસદણ સિવિલ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ ઉપરાંત ડો. મનીષભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજકોટના હૃદય, ફેફસાં, મગજ, કિડની, હાડકા, બાળકો અને સ્ત્રી રોગના ૧૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓના નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

વધુમાં જરૂરિયાત મુજબ દર્દીઓને લોહીના રિપોર્ટ તેમજ એક્સ-રેની સુવિધા પણ કેમ્પ ખાતે ઉભી કરવામાં આવી છે. કેમ્પમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

 

જસદણ નગરપાલિકા ખાતે આયોજિત કેમ્પમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન હરેશભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, શ્રી ચંકીભાઈ રામાણી સોનલબેન વસાણી, જસદણ સિવિલ હોસ્પિટલના ડો. આર. એન. મૈત્રીય, જસદણ તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી. કે. રામ સહિત તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જસદણ તાલુકાના દર્દીઓ કેમ્પમાં સહભાગી બન્યા હતા

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો