જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જનપ્રતિનિધિઓની રજૂઆતોને પ્રાથમિકતા આપી ત્વરિત અને હકારાત્મક ઉકેલ માટે સંબંધિત વિભાગોને મંત્રીશ્રીનું માર્ગદર્શન

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૩ ઓક્ટોબર, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન તાલુકાના વિવિધ વિકાસલક્ષી અને જનહિતલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

બેઠકમાં ખાસ કરીને વરસાદની સ્થિતિ, આધારકાર્ડ કીટ, પશુઓ માટે ઘાસના વિતરણની કામગીરી તેમજ વન વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને સાંભળી, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈને હકારાત્મક અને સંકલિત અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને જરૂરી કામગીરી સમયસર થાય તે અંગે પણ મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તંત્રનો મુખ્ય ઉદ્દેશ પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો પ્રજાની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાયેલા હોય છે, ત્યારે આવા પ્રશ્નોના ઉકેલ માટે વિભાગીય સંકલન અને સંવેદનશીલ અભિગમ જરૂરી છે. મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને તાલુકાના વિકાસ અને પ્રજાકલ્યાણ સાથે સંકળાયેલા પ્રશ્નોનું નિયમિત અનુસરણ કરી જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં લાલપુર પ્રાંત અધિકારીશ્રી સંજયસિંહ અસવાર, જામજોધપુર પ્રાંત અધિકારીશ્રી વાય.એન.બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી પરેશભાઈ હીરપરા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રી, આગેવાનો, અધિકારીશ્રીઓ વેગેરે ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો