ચંદ્રવદન બી મકવાણા
વિદ્યાર્થીઓની તમામ કૃતિઓને બિરદાવવામાં આવી અને શ્રેષ્ઠ કૃતિઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવી
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા.૦૩ ઓક્ટોબર
સેવા સંકલ્પ અભિયાન – સેવા થી વિકાસ, સંકલ્પ થી સમૃદ્ધિ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વલસાડ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજ રોજ શનિવારે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અનાજ-કઠોળ આધારિત કૃતિ કોલાજ વર્ક (અનાજ રંગોળી) અને વ્યક્તિગત અને ગ્રુપ રંગોળી સ્પર્ધાનું જિલ્લા કક્ષાએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં વિકસિત ભારત 2047, મેક ઈન ઈન્ડિયા, જનકલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રતીક, વિકસિત ભારતનું સ્વપ્ન, જન સેવાના ૨૫ વર્ષ, સેવા સંકલ્પ અભિયાન, સપ્તધારા અને આત્મનિર્ભર ભારત જેવા પ્રમુખ વિષયો પર વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ કલાકારો દ્વારા અનાજ અને કઠોળમાંથી આકર્ષક કોલાજ અને રંગોળીઓ બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, પ્રોબેશનરી IAS પિયુષ ઘટાલા, પ્રાંત અધિકારી વિમલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન જોષી તથા અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓની તમામ કૃતિઓને બિરદાવવામાં આવી હતી અને શ્રેષ્ઠ કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શિક્ષણ વિભાગ, વલસાડ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,વલસાડ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.











