વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ!

દુનિયાના ઓઇલ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સપ્લાય ચેઇન પર બેતરફી સંકટ ઊભું થયું છે. એક તરફ ઈરાન સાથેના તણાવ અને યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે, તો બીજી તરફ યમનમાં હુથી વિદ્રોહીઓએ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર કબજો જમાવી લીધો છે. વૈશ્વિક દરિયાઈ વેપારના આ બંને અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગો પર સર્જાયેલા ગંભીર સંકટ વચ્ચે હવે સાઉદી અરેબિયાએ હુથીઓ સામે સૈન્ય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વૈશ્વિક અહેવાલો મુજબ, સાઉદી અરેબિયા હુથીઓ વિરુદ્ધ હુમલો કરવા માટે બે મુખ્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. પ્રથમ વિકલ્પ બાબ-અલ-મંદેબની આસપાસના તટીય વિસ્તારોને હુથીઓ પાસેથી મુક્ત કરવાનો છે, જ્યારે બીજો વિકલ્પ યમનના અનેક મોરચે એકસાથે સૈન્ય અભિયાન શરૂ કરવાનો છે. આ અભિયાનમાં સાઉદી અરેબિયા પોતાના સૈનિકોને જમીની યુદ્ધમાં સીધા નહીં મોકલે, પરંતુ યમનની 1 લાખથી વધુ સૈનિકોની સેનાને મેદાનમાં ઉતારવામાં આવશે અને સાઉદી અરેબિયા તેમને હવાઈ હુમલાઓ દ્વારા સમર્થન પૂરું પાડશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની છે. તાજેતરના સંરક્ષણ કરારો બાદ પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 30થી 40 હજાર સૈનિકો તૈનાત કર્યા છે, જેઓ ત્યાંની જમીની સરહદોની સુરક્ષા અને ડ્રોન-મિસાઇલ હુમલાઓને રોકવામાં મદદ કરી રહ્યા છે. આ સાથે પાકિસ્તાને અદન બંદરે એર ડિફેન્સ સિસ્ટમ, નાની તોપો અને ડ્રોન પણ મોકલ્યા છે.

બાબ-અલ-મંદેબ એ ભૂમધ્ય સાગર અને એશિયા વચ્ચેના દરિયાઈ વેપારનો અત્યંત મહત્ત્વપૂર્ણ રસ્તો છે. હોર્મુઝ માર્ગમાં અવરોધ સર્જાયા પછી તેની અગત્યતા વધુ વધી ગઈ છે. સાઉદી અરેબિયાનું માનવું છે કે જ્યાં સુધી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર હુથીઓનું નિયંત્રણ રહેશે, ત્યાં સુધી તેમની સાથે શાંતિ મંત્રણા શરૂ કરવી મુશ્કેલ બનશે. આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અમેરિકા પણ સાઉદી અરેબિયાને ગુપ્તચર માહિતી અને ટાર્ગેટ સંબંધિત ડેટા પૂરા પાડીને મદદ કરી રહ્યું છે. જોકે, યમનમાં હુથીઓ સામે લડતા સ્થાનિક ગુટ હજુ સુધી મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણપણે એકજુટ કે તૈયાર ન હોવાથી સાઉદી અરેબિયા સામે આ એક મોટો પડકાર પણ છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો