જૂનાગઢમાં બેદરકારીની પરાકાષ્ઠા : મધુરમ બાયપાસ પર દોડતા ખખડધજ ટ્રેક્ટરમાંથી ધુમાડાના ગોટા ઉડ્યા, ડ્રાઈવર વાહન રેઢું મૂકી ભાગ્યો, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિક જામ

જૂનાગઢમાં બેદરકારીની પરાકાષ્ઠા : મધુરમ બાયપાસ પર દોડતા ખખડધજ ટ્રેક્ટરમાંથી ધુમાડાના ગોટા ઉડ્યા, ડ્રાઈવર વાહન રેઢું મૂકી ભાગ્યો, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિક જામ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરમાં દોડતા અનફિટ અને ભંગાર હાલતના વાહનો સામે તંત્રની ઘોર બેદરકારી વધુ એક વખત છતી થઈ છે. જૂનાગઢના વ્યસ્ત ગણાતા મધુરમ બાયપાસ પર એપલવૂડ સિટી મોલ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરમાં અચાનક ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ચાલુ રોડે ટ્રેક્ટરના સાઈલેન્સરમાંથી અચાનક ભારે અવાજ સાથે કાળા-ધૂંધળા ધુમાડાના તોતિંગ ગોટા નીકળવા લાગ્યા હતા.
ટ્રેક્ટર અનિયંત્રિત થવાની અને અવાજ સાથે આગ લાગવાની દહેશતથી ગભરાઈ ગયેલો ડ્રાઈવર વાહનને ચાલુ હાલતમાં જ રસ્તા વચ્ચે રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. જોતજોતામાં સમગ્ર રસ્તા પર ધુમાડાની જાડી ચાદર પથરાઈ ગઈ હતી અને ઘોર અંધકાર જેવો માહોલ સર્જાતા વાહનચાલકો તેમજ રાહદારીઓ અસમંજસમાં મુકાઈ ગયા હતા. ઝેરી અને આંખોમાં બળતરા કરાવતા ધુમાડાના કારણે લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાયો હતો.
રસ્તાની વચ્ચે જ બિનવારસી હાલતમાં ઊભેલા ટ્રેક્ટર અને શૂન્ય વિઝિબિલિટીના કારણે મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. એપલવૂડ સિટી મોલમાં ઘણી લાયબ્રેરીઓ હોય અને આસપાસમાં જીવન જરૂરી વસ્તુઓની દુકાનો હોય ત્યારે અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ તથા ખરીદી અર્થે આવેલા નાગરિકો અને રાહદારીઓનો શ્વાસ રુંધાય તેવી સ્થિતિ પેદા થઈ હતી. આવા ધુમાડા ઓકતા અને જર્જરિત વાહનો મુખ્ય માર્ગો પર મોત બનીને ફરે છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું હોવાનો સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો