MORBI:મોરબી બ્લુઝોન સિરામિક ફેક્ટરી ખાતે નિવૃત્ત ન્યાયાધીશ અને DOP અંબાલાલ પટેલની શુભેચ્છા મુલાકાત

MORBI:મોરબી બ્લુઝોન સિરામિક ફેક્ટરી ખાતે નિવૃત્ત ન્યાયાધીશ અને DOP  અંબાલાલ પટેલની શુભેચ્છા મુલાકાત

​મોરબી:ગુજરાત રાજ્યના નિષ્ઠાવાન નિવૃત્ત ન્યાયાધીશ તથા રાજ્ય સરકાર દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (DOP) તરીકે નિયુક્ત થયેલા આદરણીય શ્રી અંબાલાલ આર. પટેલ સાહેબે સપરિવાર મોરબી સ્થિત બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ ડીજીપી શ્રી વિજયભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​ફેક્ટરી પરિસર ખાતે પધારેલા મહાનુભાવોનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજ એરવડિયા તથા મેનેજમેન્ટ ટીમ દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.

​મુલાકાત દરમિયાન શ્રી અંબાલાલ પટેલે સિરામિક ટાઇલ્સની આધુનિક ઉત્પાદન પ્રક્રિયા, પ્લાન્ટનું સંચાલન તેમજ વૈશ્વિક સ્તરે મોરબીના સિરામિક ઉદ્યોગના યોગદાન અને કામગીરી અંગે ઊંડો રસ દાખવી વિસ્તૃત માહિતી મેળવી હતી.

​આ પ્રસંગે પ્રમુખ શ્રી મનોજ એરવડિયાએ જણાવ્યું હતું કે, “શ્રી અંબાલાલ પટેલ સાહેબની સાદગી, નિષ્ઠા અને વિશાળ ન્યાયિક અનુભવથી ભરેલી આ પ્રેરણાદાયી મુલાકાત સમગ્ર બ્લુઝોન પરિવાર તેમજ મોરબી સિરામિક ઉદ્યોગ જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ રહી છે.”

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો