અલિયા ક્લસ્ટર કક્ષાનું ‘બાળ વૈજ્ઞાનિક’ પ્રદર્શન વિદ્યાનિકેતન વિદ્યાલય ખાતે ઉમળકાભેર સંપન્ન:

અલિયા ક્લસ્ટર કક્ષાનું ‘બાળ વૈજ્ઞાનિક’ પ્રદર્શન વિદ્યાનિકેતન વિદ્યાલય ખાતે ઉમળકાભેર સંપન્ન: ૩૬ બાળવૈજ્ઞાનિકોએ ૧૬ અદ્યતન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા બી.આર.સી. ભવન, જામનગર દ્વારા પ્રેરિત સી.આર.સી. અલિયાનું ક્લસ્ટર કક્ષાનું ‘વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન’ ગત તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વિદ્યાનિકેતન વિદ્યાલય ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું

આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં અલિયા ક્લસ્ટરમાં આવેલી ૧૨ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં જુદા-જુદા ૫ વિભાગોમાં ૩૬ જેટલા બાળવૈજ્ઞાનિકો દ્વારા ૧૬ જેટલા અદ્યતન પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. બાળવૈજ્ઞાનિકોએ આરોગ્ય અને ટેકનોલોજી, ગાણિતિક મોડેલ્સ (Models), જીવન માટે વિજ્ઞાન, આધુનિક ખેતી, સોલાર સિસ્ટમ અને નવી શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા અદ્યતન શિક્ષણ જેવા આધુનિક વિષયો પર પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનની અલિયા ક્લસ્ટરની જુદી-જુદી શાળાઓના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ પ્રયોગો વિશે વિસ્તૃત સમજ મેળવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ અલિયા ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રીમતી હેતલબેન નિમાવતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રદર્શન માટેનું સુંદર આયોજન વિદ્યાનિકેતન વિદ્યાલય અને અલિયા કન્યા શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તથા પ્રદર્શન માટેની સમગ્ર વ્યવસ્થા અને સંચાલન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત નિર્ણાયકો અને તમામ શાળાના આચાર્યશ્રીઓએ ભાગ લેનાર તમામ બાળવૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, વિજેતા બનનાર તમામ બાળવૈજ્ઞાનિકો તાલુકા કક્ષાએ ઉત્તમ પરિણામો મેળવે તે માટે સૌએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્રો (Certificates) એનાયત કરવામાં આવ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો