**હિંમતનગર, વડાલી, ઈડરમાં સ્પા-હોટલની આડમાં ધમધમતો દેહવ્યાપાર – પોલીસ કાર્યવાહી છતાં વધતી સમસ્યા**

**હિંમતનગર, વડાલી, ઈડરમાં સ્પા-હોટલની આડમાં ધમધમતો દેહવ્યાપાર – પોલીસ કાર્યવાહી છતાં વધતી સમસ્યા**

 

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર અને વડાલી વિસ્તારમાં મસાજ પાર્લર, સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં બે પ્રકારની વ્યાપાર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની લોકવાયકા લાંબા સમયથી ચાલી રહી છે. સામાન્ય મસાજની આડમાં દેહવ્યાપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના આક્ષેપો સામાજિક માધ્યમો અને સ્થાનિક વાતાવરણમાં વારંવાર સાંભળવા મળે છે.

તંત્ર દ્વારા અવારનવાર આવી પ્રવૃત્તિઓ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પિટલ સામેના સ્પામાં અને મોડાસા વિસ્તારમાં પણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને અન્ય ટીમો દ્વારા દરોડા પાડીને સંચાલકો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. બે દિવસ અગાઉ હિંમતનગરમાં એક મસાજ પાર્લરમાં રેડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં પણ દિવસેને દિવસે મસાજ પાર્લરો, સ્પા અને ગેસ્ટ હાઉસની સંખ્યા બિલાડીના ટોપની જેમ વધતી જાય છે. આ સ્થિતિ ચિંતાજનક છે.

આવી પ્રવૃત્તિઓ સમાજ માટે ગંભીર ખતરો છે. તે મહિલાઓના શોષણ, યુવાનોના નૈતિક પતન, કુટુંબ વ્યવસ્થાના વિનાશ અને સામાજિક અશાંતિનું કારણ બને છે. કાયદાની નજરમાં આ સ્પષ્ટ ગુનો છે. છતાં જો આવા સ્થળો ખુલ્લેઆમ અને વધતા જાય તો પ્રશ્ન ઊભો થાય છે કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે?

સાબરકાંઠા પોલીસે અગાઉ અને તાજેતરમાં કાર્યવાહી કરી છે, તે સ્વાગતયોગ્ય છે. પરંતુ એક-બે દરોડાથી આ સમસ્યા હલ થતી નથી. જ્યાં સુધી મૂળ પર પ્રહાર ન થાય, સંચાલકો, મધ્યસ્થીઓ અને જે લોકો આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે તેમના વિરુદ્ધ સતત અને કડક કાર્યવાહી ન થાય, ત્યાં સુધી આ “ગોરખધંધા” ચાલુ જ રહેશે.

સાબરકાંઠા પોલીસ આ વધતી જતી પ્રવૃત્તિ પર લગામ કસશે કે કેમ?

જિલ્લા પોલીસ વડા, AHTU અને સંબંધિત વિભાગોએ આ મામલે વધુ સઘન તપાસ, રાત્રિના સમયે અચાનક દરોડા, માહિતી આધારિત કાર્યવાહી અને સામાજિક જાગૃતિનું કામ હાથ ધરવું જોઈએ. સાથે જ સ્થાનિક વહીવટી તંત્રે પણ આવા પાર્લરો અને ગેસ્ટ હાઉસની લાયસન્સ અને નિયમન પર કડક નજર રાખવી જોઈએ.

સમાજના હિતમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને સહન ન કરવી જોઈએ. કાયદો બધા માટે સમાન છે. જો પોલીસ અને વહીવટી તંત્ર ગંભીરતાથી આ મુદ્દે કામ કરશે તો જ આ “આડ”માં ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે.

નહીંતર લોકવાયકા વાસ્તવિકતા બની રહેશે અને સમાજને તેની કિંમત ચૂકવવી પડશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો