નવરાત્રી પૂર્વે વિજાપુર પોલીસની રિક્ષા એસોસિએશન સાથે બેઠક રિક્ષાચાલકોની વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆત, ચક્કર ખત્રી કુવા સહિત વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા

લનવરાત્રી પૂર્વે વિજાપુર પોલીસની રિક્ષા એસોસિએશન સાથે બેઠક રિક્ષાચાલકોની વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆત, ચક્કર ખત્રી કુવા સહિત વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા
રિક્ષા એસોસિએશનના સભ્યો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

આગામી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને વિજાપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તથા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં રિક્ષા એસોસિએશનના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાલિકા કોર્પોરેટર તનજીલ અલી સૈયદ તથા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આમિર હુસેન સૈયદ સહિતના સભ્યોએ પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળી રિક્ષાચાલકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. ખાસ કરીને રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવતી હોવા સહિતના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
ચક્કર ખત્રી કુવા વિસ્તારમાં ટ્રાફિક મુદ્દે ચર્ચા
નવરાત્રી દરમિયાન ચક્કર ખત્રી કુવા વિસ્તારમાં લોકોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોવાથી ટ્રાફિકને નડતર ન થાય તે રીતે રિક્ષાઓ ઊભી રાખવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકો તેમજ રાહદારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રિક્ષાચાલકોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ સાથે જ નવરાત્રીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી રિક્ષા એસોસિએશનના સભ્યો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.બેઠકમાં માર્ગ સલામતી રિક્ષાઓના વ્યવસ્થિત પાર્કિંગ તેમજ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રિક્ષા એસોસિએશનના સભ્યોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને તમામ સમાજો વચ્ચે ભાઈચારો તથા સૌહાર્દ જળવાઈ રહે તે માટે બેઠકમાં સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો