કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ, પંચમહાલ-દાહોદમાં ૨૦ હજારથી વધુ પશુઓને સારવાર

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ: અબોલ જીવોની સંભાળ અને પશુ સેવા ક્ષેત્રે કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) સેવાએ સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધીમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૨૦,૦૭૭ ઈજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓને ઘટનાસ્થળે જ સમયસર સારવાર આપવામાં આવી છે.

 

છેલ્લા એક વર્ષ દરમિયાન પંચમહાલમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૩,૩૧૯ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૨,૭૦૯ કૂતરા, ૩૮૫ ગાય ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત કે બીમાર થયેલા કબૂતર, બિલાડી, પોપટ અને ગધેડા સહિત ૨૨૫ અન્ય પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.

 

ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સાની સેવા મળી રહે તે હેતુથી જિલ્લામાં ૧૦ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. આ દવાખાનાઓ દ્વારા પંચમહાલ અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૨,૨૧૯ પશુઓની સારવાર કરવામાં આવી છે. જેના કારણે પશુપાલકોને સમયસર, સરળતાથી અને નિઃશુલ્ક પશુ સારવારનો લાભ મળી રહ્યો છે.

 

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાના પ્રોગ્રામ મેનેજર ડો. મયંક પટેલે પશુપાલકોને કોઈપણ બીમાર કે ઈજાગ્રસ્ત પશુ-પક્ષીની સારવાર માટે ૧૯૬૨ કરુણા એનિમલ હેલ્પલાઇનના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો