તા.૦૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Singvad:દાહોદ જિલ્લાના સિંગવડના હીરાપુર-પાણીવેલા ડુંગર પર યુવક-યુવતીના મૃત*દેહ મળતાં ચકચાર
સિંગવડ પંથકમાં કરુણ ઘટનાથી અરેરાટી; રણધીપુર પોલીસે તપાસ હાથ ધરી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હીરાપુર અને પાણીવેલા ગામ વચ્ચે આવેલા ડુંગરાળ વિસ્તારમાં યુવક-યુવતીના મૃત*દેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ ફોફણ ગામના યુવક અને નીનામાની વાવ ગામની યુવતી ડુંગરાળ વિસ્તારમાં મૃ*ત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક રણધીપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં રણધીપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃત*દેહોને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.બંનેના મો*ત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે રણધીપુર પોલીસે અકસ્માત મો*તની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસ બાદ ઘટનાની હકીકત અને કારણ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.








