ઓગડ તાલુકા રૂની (થરા) મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ ની જીવદયા યાત્રાના સભ્યોએ મુલાકાત લીધી

ઓગડ તાલુકા રૂની (થરા) મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ ની જીવદયા યાત્રાના સભ્યોએ મુલાકાત લીધી

સમસ્ત મહાજનની ત્રિ-દિવસીય જીવદયા અભ્યાસ તથા તીર્થયાત્રાના બીજા દિવસે ઓગડ તાલુકા રૂની (થરા) મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળની જીવદયા યાત્રાના સભ્યોએ મુલાકાત લીધી હતી.
જૈન રૂની તીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડા ઢોર પાંજરાપોળ લાખોના ખર્ચે નવ નિર્માણ પામેલ પાંજરાપોળનું ઉદ્ધઘાટન દાતાઓના વરદ હસ્તે સિદ્ધાંતમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ સહીત આચાર્ય ભગવંતો આદિ ઠાણાની પાવન નિશ્રામાં સંવત ૨૦૮૦ ના ફાગણ સુદ-૧૧ ને બુધ વાર તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.ટુંકાગાળામાં ગુજરાત ભરની પાંજરા પોળોમાં આગવી હરોળ માં સ્થાન પામી પ્રારંભીક તબક્કે જ ૮૦૦ જેટલા પશુઓને અદ્યતન સગવડો સાથે નિભાવ કરતી પાંજરાપોળ મા જીવદયા પ્રેમીઓના સામૂહિક પ્રયાસોથી માત્ર અઢી વર્ષના ટૂંકા ગાળામાં આધુનિક અને સુવ્યવસ્થિત પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશુઓને સુરક્ષિત આશ્રય આપવાના આ સેવાકાર્ય પાછળ દાતાઓનો સહયોગ, ટ્રસ્ટીઓનું સમર્પણ અને કાર્યકરોની અથાક મહેનત રહેલી છે.રૂની પાંજરાપોળની મુલાકાત દરમિયાન સંતો, પાંજરાપોળ ગૌશાળાના પ્રતિનિધિઓ અને જીવદયા પ્રેમીઓને સમાજના સંકલ્પ અને સહયોગથી જીવદયાનું ઉત્તમ કાર્ય કેવી રીતે સાકાર થઈ શકે તેની પ્રેરણા મળી. થરા વિસ્તારના તમામ જીવદયા પ્રેમીઓ,ટ્રસ્ટીઓ, દાતા અને સેવાભાવી ઓ કાર્યકરોને હૃદયપૂર્વક અનુમોદ ના ડૉ.ગિરીશ જયંતીલાલ શાહ,મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન સભ્ય ભારતીય જીવ-જંતુ કલ્યાણ બોર્ડ સહીત અનેક જીવદયા પ્રેમીઓ જોડાયા હતા.પ્રમુખ ધિરજકુમાર શાહ સહીત પાંજરાપોળના હોદેદારો, કારોબારી સભ્યો,કાંકરેજી સમાજજનો ઉપસ્થિત રહી દરેકનું સન્માન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો