MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ


લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અનેકવિધ સામાજીક તેમજ જીવદયા અને પર્યાવરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા બે સિવણ કેન્દ્રના ૩૫ લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા જેથી લાભાર્થી બહેનો આ સર્ટીફીકેટ દ્વારા સરકારી સહાય યોજનાઓનો લાભ લઈ શકે અને પોતે પગભર બની ઘર પરિવાર તેમજ સમાજના સામાન્ય પરિવારની બહેનો ને મદદરૂપ થાય તેવી ભાવના સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી આવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે આ પ્રોજેક્ટમાં બંને કેન્દ્ર રણછોડ નગર સાંઈ કષ્ટભંજનદેવ મંદિર તથા નવલખી રોડ પર આવેલી રામનગર શ્યામ નગર કેન્દ્રના સંચાલિકા
કાજલબેન જાની તથા પ્રફુલ્લાબા જાડેજા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના આર સી લા કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા મણીલાલ જે કાવર તથા પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા હાજર હતા અને આ દરેકના હસ્તે લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા અને આ સેવાકીય પ્રોજેક્ટમાં પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવરનો દરેક લાભાર્થી બહેનોને શુભેચ્છા સંદેશ લા ટી સી ફુલતરિયા એ પાઠવ્યો હતો આ સર્ટીફીકેટ વિતરણ સંસ્કાર વિદ્યાલય નવલખી રોડ મોરબી ખાતે કરવામાં આવ્યા આ કાર્યક્રમનું સંચાલન લા ટી સી ફુલતરિયા એ કરેલ તેમ સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવે છે













