ITI જામનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો

ITI જામનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો;વરિષ્ઠ નાગરિકોને સાયબર અવેરનેસનું માર્ગદર્શન અપાયું

‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમ પર તાલીમાર્થીઓ વચ્ચે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૦૬, સેવાસંકલ્પ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર તેમજ સંસ્થાના તાલીમાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ અને કોર્પોરેટર શ્રીમતી નિશાબેન અશ્વારે ખાસ ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકો તથા તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે યોજાયેલા ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા સેમિનારમાં વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જામનગરના PSI શ્રી હિતેશ ઝાલાએ ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, OTPની ગોપનીયતા જાળવવી, ડિજિટલ પેમેન્ટ વખતે રાખવાની સાવચેતી, શંકાસ્પદ ફોન કોલ/મેસેજ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા જેવા ગંભીર અને મહત્વપૂર્ણ વિષયો પર વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, તાલીમાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. જેમાં આશરે 150 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિષય પર પોતાની કલાત્મક પ્રતિભા અને વિચારશક્તિનું પ્રદર્શન કર્યું હતું.

વરિષ્ઠ નાગરિકો, તાલીમાર્થીઓ અને ITIના સ્ટાફના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે ડિજિટલ જાગૃતિ અને સર્જનાત્મકતાને બિરદાવતો આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો