ફૈઝ ખત્રી..શિનોર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામની નવી નગરી વિસ્તારમાં વિધવા મહિલાની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વડોદરા ગ્રામ્ય DYSP આકાશ પટેલના જણાવ્યા મુજબ શિનોર પોલીસ સ્ટેશનમાં આજે સવારે આશરે 8 થી 8.30 વાગ્યાની આજુબાજુ ફોન આવ્યો હતો કે છાણભોઈ ગામે નવી નગરી ખાતે એક સ્ત્રીનું મર્ડર થયેલ છે.જે અંગેની જાણ થતાં જ શિનોર પોલીસ સ્ટેશનના PI આર.આર.વસાવા સહિત પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં છાણભોઈ ગામની નવી નગરી ખાતે રહેતા મનીષાબેન કિરણભાઈ વસાવાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવ્યાની હકીકત અને 10 વર્ષ પહેલાં તેમના પતિ મૃત્યુ પામ્યાં હતા.તેઓને એક પુત્ર અને પુત્રી છે.પુત્રી ના લગ્ન થઈ ચૂક્યા છે.જ્યારે પુત્ર તેમના મામા ના ઘરે રહેતો હોય.મનીષાબેન એકલા જ રહેતા હતા.અને બે વર્ષથી ગામના જ સતીષભાઈ નટવરભાઈ વસાવા નાઓ સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા.મનીષાબેન ને સતીષભાઈ વસાવાએ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર ના ઘા માર્યા હોવાની હકીકત પણ જાણવા મળેલ.સમગ્ર મામલે શિનોર પોલીસે મનીષાબેન ના પુત્ર ની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ છે .











