રેન્ટ એક્ટના સુધારાના વિરોધમાં વિજાપુરના વકીલોનો વિરોધ વિજાપુર તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ કામગીરીથી અળગા રહી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

રેન્ટ એક્ટના સુધારાના વિરોધમાં વિજાપુરના વકીલોનો વિરોધ વિજાપુર તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ કામગીરીથી અળગા રહી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ભાડા વિધેયક (રેન્ટ એક્ટ)-2026માં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનો દ્વારા ચાલી રહેલી લડતના સમર્થનમાં વિજાપુર તાલુકા બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસોસિએશનના વકીલોએ કોર્ટના ન્યાયિક કામકાજથી અળગા રહી સૂત્રોચ્ચાર સાથે સરકારના સુધારા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
તાલુકા બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબને પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, રેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવી રહેલા નવા સુધારાઓને લઈને કાનૂની જગતમાં ભારે અસંતોષ છે. ખાસ કરીને રેન્ટ એક્ટ હેઠળના દાવાઓ સિવિલ કોર્ટને બદલે મહેસૂલી તંત્ર એટલે કે કલેક્ટર સમક્ષ ખસેડવાની જોગવાઈ સામે વકીલોએ વાંધો ઉઠાવ્યો છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, વર્ષોથી સિવિલ કોર્ટ મારફતે ચાલતી ન્યાયિક પ્રક્રિયાને બદલે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કેસો ખસેડવાથી ન્યાયિક સત્તાનું સ્થળાંતર થશે અને સામાન્ય પક્ષકારોને ઝડપી તથા યોગ્ય ન્યાય મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ સુધારો પક્ષકારોના બંધારણીય અધિકારો તેમજ વકીલોના હિતોને અસર કરનાર હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.
વિજાપુર તાલુકા બાર એસોસિએશનની તાકીદની સાધારણ સભામાં ગુજરાત સરકાર દ્વારા ભાડા વિધેયકમાં કરવામાં આવેલા સુધારા તાત્કાલિક પાછા ખેંચવાની માંગ સાથે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. સાથે જ સમગ્ર ગુજરાતના વકીલ મંડળો તથા અમદાવાદ બાર એસોસિએશનની લડતને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
આ વિરોધના ભાગરૂપે વકીલોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન કોર્ટના ન્યાયિક કામકાજથી અળગા રહી સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેન્ટ એક્ટના સુધારા પરત ખેંચવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ પી બારોટ ઉપપ્રમુખ અરવિંદસિંહ બી. રાઠોડ, મંત્રી મહેન્દ્રસિંહ આર. વિહોલ તથા સહમંત્રી અનિલકુમાર એન. સાધુ સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો