ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં શહેરા બાર એસોસિએશનનું બાર કાઉન્સિલને સમર્થન

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા, તા.  6 ઓક્ટોબર:

ગુજરાત સરકારે પસાર કરેલા ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિધેયક પરત ખેંચવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના વિવિધ બાર એસોસિએશનો દ્વારા પણ આ વિરોધને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

 

આ અંતર્ગત શહેરા બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક બેઠક યોજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરાના તમામ વકીલોએ અનિશ્ચિત સમય સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

 

ભાડા વિધેયકમાં ભાડા સંબંધિત તકરારોના નિર્ણયની સત્તા જ્યુડિશિયલ ઓથોરિટીના બદલે રેવન્યુ ઓથોરિટીને સોંપવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જોગવાઈથી વકીલો, પક્ષકારો તેમજ જાહેર જનતાને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી ભાડા વિધેયક પરત ખેંચવા અથવા તેમાં જરૂરી સુધારા-વધારા કરવા માંગ સાથે શહેરા બાર એસોસિએશને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિરોધને સમર્થન આપ્યું છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો