ગોધરામાં લાયસન્સ વિના રાખેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, રૂ.2.54 લાખના 2034 બોક્સ જપ્ત

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા શહેરમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરી લાયસન્સ વિના જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર સામે પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલી ભગત સીઝનેબલ સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતાં લાયસન્સ વિના રાખવામાં આવેલા જુદા-જુદા ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા.

 

પોલીસ તપાસ દરમિયાન કુલ 2034 ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.2,54,290 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફટાકડાનો સમગ્ર જથ્થો કબજે કરી ચેતનકુમાર ઉર્ફે ભગત હસમુખલાલ પરીખ, રહે. શેઠવાડા, પટેલવાડા, ગોધરાની અટકાયત કરી હતી.

 

આ મામલે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNS એક્ટ તથા વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસની આ કાર્યવાહી પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો