વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગના ધાર્મિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈ યાદગાર સફરનો આનંદ માણ્યો
આહવા, ડાંગ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બહેન વાસંતીબેન મોદી, તેમના પતિ શ્રી હસમુખભાઈ મોદી તથા મિત્રો સાથે ડાંગ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ડાંગની મનોહર પ્રકૃતિ, પવિત્ર ધાર્મિક સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને નજીકથી માણવાના હેતુથી તેમણે જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
ડાંગ પ્રવાસ દરમિયાન વાસંતીબેન મોદી, હસમુખભાઈ મોદી તથા તેમના સાથીદારોએ શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, અંજની કુંડ તથા બિલમાલ (તુલસીગડ) ખાતે આવેલ અર્ધનારેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને મુલાકાત કરી હતી.
આ ઉપરાંત, સુબીર ખાતે અસીમાનંદ સ્વામીજી તથા વાસુર્ણા ખાતે હેતલ દીદીના પણ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રવાસ દરમિયાન તેઓ આહવા ખાતે ગિરીશભાઈ મોદી, ઉપપ્રમુખ, સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ગુજરાતના નિવાસસ્થાને પણ પધાર્યા હતા. જ્યાં પરિવારજનો દ્વારા તેમનું આત્મીય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે તેમણે ગીતાંજલિ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.
આ સમગ્ર ડાંગ પ્રવાસ દરમિયાન ગિરીશભાઈ મોદી, અમરનાથ જગતાપ અને બીબીબેન ચૌધરી તેમની સાથે રહી પ્રવાસ વ્યવસ્થા તથા માર્ગદર્શનની કામગીરીમાં સહભાગી બન્યા હતા.
ડાંગના સુંદર પ્રાકૃતિક વાતાવરણ, પવિત્ર ધાર્મિક સ્થળો અને સ્થાનિક લોકોની આત્મીયતા વચ્ચે વાસંતીબેન મોદી તથા તેમના સાથીદારોએ ડાંગની સફરનો આનંદ માણ્યો હતો. વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન મળેલા આત્મીય આવકાર અને ડાંગની પ્રાકૃતિક સુંદરતાથી તેઓ પ્રસન્ન થયા હતા.
ડાંગની આ યાદગાર સફરની સુખદ સ્મૃતિઓ સાથે વાસંતીબેન મોદી તથા તેમના સાથીદારો પરત ફર્યા હતા.








