MORBI:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૧૬ ઓક્ટોમ્બરના મળશે

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.











