MORBI:મોરબીના ‘કલામંદિર સંગીત ક્લાસિસ’ના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ઝળક્યા: વિવિધ સ્પર્ધાઓમાં મેળવ્યા ટોચના ક્રમાંક


મોરબી:ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ અંતર્ગત ઝોન-૩ ની વિવિધ સ્પર્ધાઓ તા. ૪-૧૦, રવિવારના રોજ સાર્થક વિદ્યાલય, મોરબી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સ્થાનિક ‘કલામંદિર સંગીત ક્લાસિસ’ના વિદ્યાર્થીઓએ પોતાના અદભુત સૂર-તાલના કૌશલ્યથી સમગ્ર સ્પર્ધામાં પ્રભાવશાળી દેખાવ કરી સંસ્થા તથા મોરબીનું નામ રોશન કર્યું છે.

વિવિધ વયજૂથ અને કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલા કલામંદિર સંગીત ક્લાસિસના વિદ્યાર્થીઓની વિગત નીચે મુજબ છે.
પ્રથમ ક્રમાંક: સાદરિયા મીરા મનીષભાઈ – લોકગીત સ્પર્ધા (૬ થી ૧૪ વર્ષ) પટેલ ચંદ્રા દિપકભાઈ – હાર્મોનિયમ વાદન (૬ થી ૧૪ વર્ષ) ગરચર સોહમ મહેશભાઈ – હાર્મોનિયમ વાદન (૧૫ થી ૨૦ વર્ષ)
દ્વિતીય ક્રમાંક: સુરાણી કીર્તન હર્ષદભાઈ – હાર્મોનિયમ વાદન (૧૫ થી ૨૦ વર્ષ) કગથરા મોનીત અમિતભાઈ – ભજન સ્પર્ધા (૬ થી ૧૪ વર્ષ) કોટડિયા રિયાન ધર્મેન્દ્રભાઈ – ભજન સ્પર્ધા (૬ થી ૧૪ વર્ષ) ડાભી શ્રદ્ધા રમેશભાઈ – લોકગીત સ્પર્ધા (૧૫ થી ૨૦ વર્ષ)

તૃતીય ક્રમાંક: સુરાણી વૃંદા હરેશ્વરીબેન – લોકગીત સ્પર્ધા (૧૫ થી ૨૦ વર્ષ) પરમાર નીરવ હિતેષભાઈ – તબલા વાદન (૬ થી ૧૪ વર્ષ) અઘારા ધ્યાનિ રજનીભાઈ – સુગમ સંગીત (૬ થી ૧૪ વર્ષ) વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કલામંદિર સંગીત ક્લાસિસના સંચાલક અને સંગીત ગુરુ શ્રી દેવેનભાઈ વ્યાસે તમામ વિજેતાઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આગામી રાઉન્ડ તેમજ ભવિષ્યની સંગીત યાત્રા માટે ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.












