કાલોલ તાલુકા પંચાયતમાં જ્યોતિ સેવા કળશ યાત્રા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ: ગોધરા કાર્યક્રમને સફળ બનાવવા આપ્યું માર્ગદર્શન.

તારીખ ૦૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આજે એક અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ મંડળના પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકાના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો તથા મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં ગામના સરપંચો અચૂક ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ અને જિલ્લાના પ્રભારી મેહુલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો અંગે જરૂરી માહિતી, માર્ગદર્શન તથા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં બેઠકનો મુખ્ય એજન્ડા આગામી જ્યોતિ સેવા કળશ યાત્રા હતો. ગોધરા ખાતે યોજાનાર આ ભવ્ય યાત્રામાં વધુમાં વધુ કાર્યકર્તાઓ અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહે તે અંગેનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. અને યાત્રા દરમિયાનની વ્યવસ્થા, કાર્યકર્તાઓની જવાબદારીઓ, વાહન વ્યવસ્થા અને લાભાર્થીઓને સાથે લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરીને તમામને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે તમામ કાર્યકર્તાઓને એકજૂથ થઈને યાત્રાને સફળ બનાવવા આહવાન કર્યું હતું. અંતે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો