MORBI:મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાયો: ૪૬૦ બાળકોએ લીધો લાભ

MORBI:મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાયો: ૪૬૦ બાળકોએ લીધો લાભ

મોરબી:વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ મોરબી દ્વારા પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે બાળકોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી વિકાસના ઉદ્દેશ સાથે ‘સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી-૨ સ્થિત ઉમા ટાઉનશિપમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કુલ ૪૬૦ જેટલા બાળકોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.

આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા, યાદશક્તિ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા સાથે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદિક પરંપરાથી વાકેફ કરવાનો છે.

આયોજકો તરફથી જણાવાયું છે કે, દર પુષ્ય નક્ષત્રના પાવન દિવસે આ કેમ્પ નિયમિતપણે યોજવામાં આવે છે અને આગામી સમયમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ રહેશે, જેથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારના વધુને વધુ બાળકો આ સ્વાસ્થ્યપ્રદ સંસ્કાર અભિયાનનો લાભ મેળવી શકે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો