WAKANER:વાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી અને પુત્ર પર હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

WAKANER:વાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી અને પુત્ર પર હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

 

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પ્રેમલગ્ન બાબતનો ખાર રાખીને એક દંપતી અને તેમના પુત્ર પર લાકડી તથા બેલ્ટ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, લક્ષ્મીપરા શેરી નં. ૨ માં રહેતા સાહીનબેન વસીમભાઈ અમરેલીયા (ઉ.વ. ૪૧)ના દિયર તનવીરભાઈએ અગાઉ આરોપી અલ્ફેઝ અલીમામદ માણેકીયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતની અદાવત રાખી ગત ૪ ઓક્ટોબરની રાત્રે આરોપી અલ્ફેઝ માણેકીયા, મેહુલ ઠાકોર અને એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ લઈને તનવીરભાઈના ઘર પાસે પહોંચ્યા હતા.

ત્યાં બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આરોપી અલ્ફેઝે સાહીનબેનના પતિ વસીમભાઈના માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો, જ્યારે અજાણ્યા શખ્સે બેલ્ટ વડે સાહીનબેન તેમજ તેમના પુત્ર અયાનને આડેધડ માર માર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વસીમભાઈને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે સાહીનબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અલ્ફેઝ માણેકીયા, મેહુલ ઠાકોર સહિત ત્રણ શખ્સો સામે મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો