અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી 1.43 કરોડનો દારૂ ઝડપાયો:SMCએ કન્ટેનરમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડી ચાલકની ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ 1.43 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેનર ચાલકની ધરપકડ કરાઈ છે.
SMCને બાતમી મળતા ખાલપીયા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર રોકાયું. પોલીસે તપાસ કરતા 958 બોક્સ વિદેશી દારૂ અને 23,460 બિયર ટીન મળી આવ્યા.
ઝડપાયેલા દારૂ-બિયરની કુલ કિંમત 1.43 કરોડ રૂપિયા છે. દારૂના જથ્થા સાથે કન્ટેનર, બે મોબાઈલ ફોન સહિત કુલ 1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ટ્રક ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરાઈ.
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. SMC દારૂ મંગાવનાર મુખ્ય આરોપી અને નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો