MORBI:મોરબી કલેક્ટરએ અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલી અપીલ શાખા તથા કાયદાકીય શાખાની મુલાકાત લેવામાં આવી હતી.

આ દરમિયાન કલેક્ટરશ્રીએ શાખાની કામગીરી, પેન્ડિંગ કેસો તેમજ વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે જરૂરી માહિતી મેળવી હતી.
કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારી-કર્મચારીઓને કામગીરીમાં સમયબદ્ધતા અને ચોકસાઈ જાળવી અરજદારો તથા પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.













