MORBI:મોરબી તાલુકા પંચાયતની બેદરકારી: VCE કર્મચારીઓનું મહેનતાણું અટવાતા વિરપરડાના કર્મચારીએ સીધા CM ‘સ્વાગત’માં કરી ફરિયાદ

MORBI:મોરબી તાલુકા પંચાયતની બેદરકારી: VCE કર્મચારીઓનું મહેનતાણું અટવાતા વિરપરડાના કર્મચારીએ સીધા CM ‘સ્વાગત’માં કરી ફરિયાદ

મોરબી:ગ્રામીણ સ્તરે સરકાર અને સામાન્ય નાગરિકો વચ્ચે કડીરૂપ બનીને ડિજિટલ સેવાઓ પહોંચાડતા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) કર્મચારીઓ સાથે મોરબી તાલુકામાં અન્યાય થઈ રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે. સ્થાનિક કક્ષાએ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં, આખરે વિરપરડા ગ્રામ પંચાયતના VCE આશિક સુમરાએ મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ પોર્ટલ પર સીધી રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

મહિનાઓથી કમિશન-મહેનતાણું બાકી: પરિવારો આર્થિક સંકટમાં – ગ્રામ પંચાયતોમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, દાખલાઓ અને ઓનલાઈન પોર્ટલની કામગીરી સંભાળતા VCE કર્મચારીઓનું છેલ્લા ઘણા સમયથી કમિશન અને મહેનતાણું અટવાઈ પડ્યું છે. દિવસ-રાત પરિશ્રમ કરવા છતાં હક્કનું મહેનતાણું ન મળતાં કર્મચારીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

મોરબી તાલુકા સાથે ઓરમાયું વર્તન કરવાનો આક્ષેપ – ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાજ્યના અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાં VCE કર્મચારીઓને નિયમિતપણે દર મહિને ₹૨,૦૦૦ નું ભથ્થું ચૂકવવામાં આવે છે. તેની સામે મોરબી તાલુકામાં અત્યાર સુધી એક પણ રૂપિયો ચૂકવાયો નથી, જેથી સ્થાનિક વહીવટી તંત્રના વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક અને જિલ્લા સ્તરે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતાં, આખરે ગાંધીનગર કક્ષાએ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અરજીમાં તાત્કાલિક અસરથી બાકી નીકળતું મહેનતાણું ચૂકવવા અને નિયમિત ₹૨,૦૦૦ ભથ્થું આપવા માંગ કરાઈ છે. આ મામલો સીધો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતાં જ મોરબી તાલુકા પંચાયતના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો