MORBI:મોરબી ધરતી ટાવર સ્થિત આંગડિયા પેઢીમાં ૧૫ વર્ષ જૂના મેનેજરે આચરી રૂ. ૧.૦૮ કરોડની ઉચાપત

MORBI:મોરબી ધરતી ટાવર સ્થિત આંગડિયા પેઢીમાં ૧૫ વર્ષ જૂના મેનેજરે આચરી રૂ. ૧.૦૮ કરોડની ઉચાપત

મોરબી:શહેરના શનાળા રોડ પર આવેલા ધરતી ટાવર સ્થિત જાણીતી ‘પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કું.’ આંગડિયા પેઢીમાં ૧૫ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિશ્વાસઘાત કરી રૂ. ૧,૦૮,૦૦,૦૦૦ (એક કરોડ આઠ લાખ) ની તોતિંગ ઉચાપત આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે પેઢીના ભાગીદારે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

૧૫ વર્ષના વિશ્વાસનો દુરુપયોગ કરી મેનેજર ફરાર

અમદાવાદના બોપલ ખાતે રહેતા અને આંગડિયા પેઢીમાં ભાગીદાર પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની મોરબી શાખામાં મહેસાણાના વતની રોહિતભાઈ સુરેશભાઈ પટેલ છેલ્લા ૧૫ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પેઢીના સમગ્ર નાણાકીય વહીવટ, આવક-જાવક અને રોકડ સંભાળવાની તમામ જવાબદારી તેમના શિરે હતી. તેમને પેઢી તરફથી માસિક રૂ. ૧૦,૦૦૦નો પગાર ચૂકવવામાં આવતો હતો.

દરમિયાન, આરોપી મેનેજર રોહિત પટેલ પેઢીની તિજોરીમાંથી રૂ. ૧.૦૮ કરોડની માતબર રકમ પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખી, કોઈ હિસાબ આપ્યા વગર જ અચાનક સાંજના સમયે ઓફિસેથી નીકળી ગયા હતા.

દોઢ મહિના સુધી બહાના કાઢ્યા બાદ ફોન સ્વિચ ઓફ કર્યો

ઘટના બાદ અન્ય સહ-કર્મચારીઓએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. આશરે દોઢેક મહિના બાદ જ્યારે તેમનો સંપર્ક થયો, ત્યારે તેઓ હિસાબ આપવાના ખોટા બહાના બતાવી સમય પસાર કરી રહ્યા હતા. અંતે, કોઈ હિસાબ ન આપી રકમ ચાઉં કરી ગયા હોવાની પુષ્ટિ થતાં, પેઢીના માલિકે આખરે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસનો આશરો લીધો હતો.પોલીસે આરોપી રોહિત પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો