MORBI:મોરબીમાં SOGનો સપાટો: રવીરાજ ચોકડી નજીક કેબિનમાંથી ૯૫૮ ગ્રામ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) મોરબીની ટીમને મોટી સફળતા સાંપડી છે. ટીમે બાતમીના આધારે દરોડો પાડી નેશનલ હાઇવે પરથી ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર, SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર આવેલી રવીરાજ ચોકડી પાસે, માળીયા તરફ જતા પુલના છેડે ‘મેલડીની મહેર’ લખેલી કેબિનમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમી આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરતાં સ્થળ પરથી ગાંજાનું વેચાણ ઝડપાઈ ગયું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓ:પ્રિન્સ પ્રવિણભાઇ ધંધુકીયા (રહે. રણછોડનગર, મોરબી) વિપુલભાઇ રમેશભાઇ કુંજરીયા (રહે. વાવડી રોડ, મોરબી) જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:૯૫૮ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂ. ૪૭,૯૦૦/-)વેચાણ પેટે મળેલા રોકડા રૂ. ૨૩,૫૦૦/-૨ નંગ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨૦,૦૦૦/-)કુલ કિંમત: રૂ. ૯૧,૪૦૦/-SOGની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.












