MORBI:સુરેન્દ્રનગરમાં મારામારી અને એટ્રોસિટીના ગુનામાં ૫ મહિનાથી નાસતો આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી:સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરના મારામારી અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુનિલભાઇ દિલીપભાઇ વિરમગામી (દેવીપૂજક) (રહે. દૂધરેજ, વાણવાટી નગર, સુરેન્દ્રનગર) ને લાતીપ્લોટમાંથી ઝડપી લીધો હતો.
મોરબી પોલીસે આરોપી સામે નિયમાનુસાર અટકાયતી પગલાં ભરી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે તેને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.












