MORBI:મોરબીમાં મજૂર પરિવારની ૧૬ વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં લાપતા: અપહરણની આશંકા સાથે પોલીસ ફરિયાદ

મોરબીમાં રોજગારી અર્થે રહેતા એક શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય કિશોરી રાત્રિના સમયે અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે. સગા-સંબંધીઓ તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખરે પિતાએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની અને હાલ મોરબી ખાતે મજૂરી કામ કરતા ફરિયાદી પરિવાર સાથે રાત્રે જમી-પરવારીને સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે પરિવારજનો જાગતા સગીરા પોતાની ઓરડીમાં જોવા મળી નહોતી. પરિવારે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તેમજ પરિચિતો અને સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી શકી નહોતી.
લાપતા થયેલી સગીરાનો હુલિયો નીચે મુજબ છે: ઉંમર: આશરે ૧૬ વર્ષ ઊંચાઈ: આશરે ૪ ફૂટ શરીરનો વાન: ઉજળો પહેરેશ: લીલા રંગનો પંજાબી ડ્રેસ
સગીરા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોય અથવા કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને ભગાડી કે અપહરણ કરી ગયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પિતાની ફરિયાદના આધારે મોરબી પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.












