રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
થરાદ, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત વિવિધ તાલુકા મથકોએ ખગોળરસિકો અને રસ ધરાવતા નાગરિકો માટે ઉલ્કાવર્ષા નિહાળવા અંગેના આયોજન કરવામાં આવ્યા છે.
બાળકો અને યુવાનોમાં ખગોળવિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો પ્રયાસ
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા બાળકો, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને સામાન્ય નાગરિકોમાં અવકાશ તથા ખગોળવિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને અંધશ્રદ્ધા કે અફવાઓને બદલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ખગોળીય ઘટનાઓને સમજવા અને નિહાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ આયોજનમાં જાથાના કાર્યકરો ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, રાજુભાઈ યાદવ, નિર્ભય જોશી, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, ભાનુબેન શેઠીયા સહિતના કાર્યકરો જોડાયા છે.
જાથા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રકાશ પ્રદૂષણથી દૂર ખુલ્લી જગ્યાએથી આકાશનું નિરીક્ષણ કરે અને આ ખગોળીય ઘટનાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આનંદ માણે. ઉલ્કાવર્ષા જેવી ઘટના જીવનમાં વારંવાર જોવા મળતી નથી, તેથી આકાશ તરફ નજર કરી કુદરતના આ અદભૂત નજારાને માણવો ખગોળરસિકો માટે યાદગાર અનુભવ બની શકે છે.
રાજ્યમાં ઉલ્કાવર્ષા અંગે વધુ માહિતી મેળવવા માટે મો. 98252 16689 પર સંપર્ક સાધવા જાથા દ્વારા જણાવાયું છે.











