MALIYA:માળિયા (મિ.) દીકરીનું સ્કૂલબેગ અને કપડાં લેવા ગયેલી પરિણીતા પર પતિ સહિત સાસરિયાંઓનો હુમલો

MALIYA:માળિયા (મિ.) દીકરીનું સ્કૂલબેગ અને કપડાં લેવા ગયેલી પરિણીતા પર પતિ સહિત સાસરિયાંઓનો હુમલો,

માળિયા મિયાણા:પોતાની માસૂમ દીકરીના અભ્યાસ માટે સ્કૂલબેગ અને કપડાં લેવા સાસરે પહોંચેલી પરિણીતા પર પતિ, નણંદ સહિત ત્રણ વ્યક્તિઓએ એકસંપ થઈ લાકડીના ધોકા અને ઢીકા-પાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માળિયા મિયાણા ખાતે રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણીએ ખીરઈ ગામના રહેવાસી એવા તેમના પતિ ઉમરભાઈ હાજીભાઈ સામતાણી, રસીલા તેમજ ખેરૂનબેન હાજીભાઈ સામતાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઝરીનાબેન પોતાની પુત્રી અલફીઝાના કપડાં તથા સ્કૂલબેગ લેવા માટે પતિના ઘરે ગયા હતા. ત્યાં હાજર પતિ ઉમરભાઈને પોતાનું લગ્નજીવન ન બગાડવા અને સમાધાન કરવા સમજાવી રહ્યા હતા. તે દરમિયાન ઉમરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી ઝરીનાબેનને વાળ પકડી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ તેમને ઢીકા-પાટુનો માર મારી બાજુમાં પડેલા લાકડાના ધોકા વડે મુંઢ માર માર્યો હતો.

આ ઝઘડા દરમિયાન અન્ય આરોપી રસીલાએ પણ ઝરીનાબેન સાથે ગાળાગાળી કરી શરીરે ઢીકા-પાટુનો માર માર્યો હતો, જ્યારે ખેરૂનબેને અપશબ્દો બોલી ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પરિણીતા પર થયેલા આ હુમલા બાદ તેમણે માળિયા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો