MORBI:મોરબી ઘરકામ બાબતે તકરાર થતાં પતિએ પત્ની પર લાકડાના ધોકા વડે કર્યો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી ઘરકામ બાબતે તકરાર થતાં પતિએ પત્ની પર લાકડાના ધોકા વડે કર્યો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં સામાન્ય ઘરકામ બાબતે થયેલી બોલાચાલીમાં પતિએ પોતાની પત્ની પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રવાપર-ઘુનડા રોડ પર ખેતરમાં રહી મજૂરીકામ કરતા વિષ્ણુભાઈ રણમલભાઈ રાઠોડ (ઉં.વ. ૨૩) એ આરોપી કમલેશભાઈ પીરૂલાલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી કમલેશભાઈ હાલ લગ્ધીરપુર રોડ પર આવેલા એટોમ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહે છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી કમલેશભાઈએ પોતાની પત્ની અને ફરિયાદીના મોટાબાપુની દીકરી જરીનાબેન સાથે ઘરકામ જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો. બોલાચાલી દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ લાકડાના ધોકા વડે હુમલો કરી પત્નીના માથાના આગળના ભાગે ૭ થી ૮ ટાંકા અને પાછળના ભાગે ૪ ટાંકા આવે તેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત પીઠ તથા ડાબા હાથ પર પણ મૂંઢ ઈજાઓ કરી હતી.

ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે વિષ્ણુભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો