MORBI મોરબી નેતાઓ પહોંચ્યા પણ કાર્યકરો ગાયબ! સેવા જ્યોતિ યાત્રામાં ખાલી ખુરશીઓ બન્યા ચર્ચાનો વિષય

MORBI મોરબી નેતાઓ પહોંચ્યા પણ કાર્યકરો ગાયબ! સેવા જ્યોતિ યાત્રામાં ખાલી ખુરશીઓ બન્યા ચર્ચાનો વિષય

મોરબી:સરકારી નાણાં અને તંત્રના જોરે યોજાતા પ્રચાર કાર્યક્રમો સામે લોકોનો રોષ અને ઉદાસીનતા હવે જાહેરમાં દેખાવા લાગી છે. મોરબીના સનાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ના કાર્યક્રમમાં જનમેદની ન ઉમટતાં શાસક પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્રની આબરૂના ધજાગરા ઊડ્યા છે. મંચ પર મોટા નેતાઓ તો પહોંચી ગયા હતા, પરંતુ જમીની સ્તરે કાર્યકરો કે સામાન્ય નાગરિકોને લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સનાળા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત સેવા જ્યોતિ યાત્રાનો એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. જોકે, આ કાર્યક્રમમાં સામાન્ય જનતા અને કાર્યકરોની ગેરહાજરીના કારણે મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.કાર્યક્રમમાં સભાખંડ ખાલી ન દેખાય તે માટે સ્થાનિક શાળાઓ અને જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને લાવીને ખુરશીઓ પર બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કાળઝાળ ગરમી અને બફારાના કારણે એક શાળાના બાળકને ચક્કર આવી જતાં તાત્કાલિક મેડિકલ સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.

નેતાઓ પહોંચ્યા પણ કાર્યકરો ગાયબ – મંચ પર સ્થાનિક અગ્રણીઓ અને નેતાઓ તો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કાર્યકરો કે સ્થાનિક નાગરિકોને એકત્ર કરવામાં સંગઠન નિષ્ફળ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન પણ ઉપસ્થિત લોકો ધીમે-ધીમે કાર્યક્રમ સ્થળ છોડીને જતા રહ્યા હતા.

કાર્યક્રમ ચાલુ રહ્યો ત્યાં સુધી મોટાભાગનો સભાખંડ ખાલીખમ દેખાતો રહ્યો હતો. સરકારી તંત્ર અને સંગઠનની આ નબળી વ્યવસ્થા તેમજ ખાલી ખુરશીઓના દૃશ્યો હાલ મોરબી શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો