શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના સિવિલ એન્જિનિયર સામે ACB ટ્રેપ.મહિલા ઇજનેર વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો.

ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલા વિવિધ વિકાસ કામોના બિલની ચુકવણી માટે રૂ.25 હજારની લાંચ માંગવાના આક્ષેપમાં વડોદરા શહેર ACB દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવ્યો હતો.

ACBના જણાવ્યા મુજબ, શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના આઉટસોર્સ સિવિલ એન્જિનિયર નીધીબેન રમેશભાઈ તડવી તથા ખાનગી વ્યક્તિ આશુતોષ ઉમાકાંત પાઠક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદી સિવિલ કોન્ટ્રાક્ટર હોવાનું અને શિનોર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામ કર્યાનું ACBની માહિતીમાં જણાવાયું છે. આ કામોના કુલ બિલના 9 ટકા લેખે રૂ.25,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. લાંચની રકમ નહીં આપે તો બિલ અટકાવી રાખવાની વાત કરી વારંવાર ફોન કરવામાં આવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે 06 ઓક્ટોબર 2026ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ACBની કાર્યવાહી દરમિયાન આરોપી નં.1 દ્વારા લાંચની રકમ આરોપી નં.2ને આપી દેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી નં.2 આશુતોષ પાઠકે રૂ.25,000ની લાંચની રકમ સ્વીકારી હતી, જેને ACB ટીમે સ્થળ પરથી ઝડપી પાડી હતી. ACB મુજબ માંગેલી, સ્વીકારેલી અને રિકવર કરાયેલી રકમ રૂ.25,000 હતી.

લાંચની રકમ સ્વીકારવાનું સ્થળ ફતેગંજ, વડોદરા ખાતે સેફરોન ટાવરની સામે બેંક ઓફ બરોડાની સામે આવેલ કંપાઉન્ડ પાસે હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર ટ્રેપની કામગીરી વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન. પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો