વિજાપુરથી વડનગર ઉમટ્યો જનસૈલાબ, 60 જેટલી બસો દ્વારા કાર્યકરો-સમર્થકો પહોંચ્યા

વિજાપુરથી વડનગર ઉમટ્યો જનસૈલાબ, 60 જેટલી બસો દ્વારા કાર્યકરો-સમર્થકો પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને સેવા-શાસન સેવા સંકલ્પ યાત્રા ની ઉજવણીમાં વડનગર ખાતે ભવ્ય અવસર
વિજાપુર નગરપાલિકાના વોર્ડ નં. 7 સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વડનગર પહોંચ્યા
વાત્સલ્યમ સમાચાર

બુખારી વિજાપુર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આવેલી સેવા સંકલ્પ યાત્રા ના અવસર ઉજવણી ને લઈને વડનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિજાપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો વડનગર પહોંચ્યા હતા. આ માટે વિજાપુર શહેર તથા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 60 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિજાપુર નગરપાલિકાના વોર્ડ નં. 7 સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બસ મારફતે વડનગર જવા રવાના થયા હતા. વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સેવા, શાસન અને જાહેર જીવનની સફરની ઉજવણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી જ વિવિધ સ્થળોએ બસો એકત્ર થતાં કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજાપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવનની સફર અને સેવા સંકલ્પ યાત્રા વધામણાં કર્યા હતા.
વિજાપુરથી વડનગર તરફ રવાના થયેલી બસોના કારણે સમગ્ર વિસ્તારમાં દિવસ દરમિયાન રાજકીય માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને લઈને સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો દ્વારા પણ આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો