૩૭” મો આંતર કોલેજ યુવા મહોત્સગ ૨૦૨૬ નું આયોજન તારીખ ૫,૬-૧૦-૨૦૨૬ દરમ્યાન થયું. આ યુવા મહોત્સવમાં

7 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

હોમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નો ૩૭” મો આંતર કોલેજ યુવા મહોત્સગ ૨૦૨૬ નું આયોજન તારીખ ૫,૬-૧૦-૨૦૨૬ દરમ્યાન થયું. આ યુવા મહોત્સવમાં.ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પાલનપુર સ્થિત.જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કોલેજનું નામ રોશન કર્યું છે.સ્પર્ધા દરમિયાન
કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કળા અને બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપી સિદ્ધિઓ હાંસલ કરી હતી:રંગોળી સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીની ઠાકોર કિષ્ણાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ડિબેટમાં જોશી કિંજલ અને રાવલ જયેશએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.માઇમ સ્પર્ધામાં માઇમ ગ્રુપએદ વિતીય ક્રમ હાંસલ કરી કોલેજ નું ગૌરવ વધાર્યું છે.
યુથ ફેસ્ટિવલમાં મેળવેલી આ સફળતા માટે કોલેજના આચાર્યશ્રી, પ્રિ. ડૉ. સુરેશભાઈ પટેલ, નાટ્ય નિર્દેશક મહેન્દ્રભાઈ, તેમજ સાંસ્કૃતિક કમિટી ડૉ. કલ્પનાબેન એ માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યશ્રી એ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ભવિષ્યની ઉજ્જવળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો