માંગરોળના શીલ અને મેખડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : ૨૮૪૨  અરજીઓનો સ્થળ પર જ નિકાલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરની ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના શીલ અને મેખડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો અને કુલ ૨૮૪૨ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ૧૬૧૯ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેખડી ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૨૨૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમની સાથે નાગરિકોએ આરોગ્ય સેવાઓનો પણ લાભ મેળવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી રહે તે માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, EWS પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું તથા જરૂરી સુધારા કરાવવા, નવું આધારકાર્ડ કઢાવવું અથવા તેમાં જરૂરી સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી સેવાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.શીલ અને મેખડીના સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નારણભાઈ વાજા, ઉપરાંત મેખડી ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોમાતભાઈ વાસણ, અગ્રણી સર્વશ્રી અરજણભાઈ આંત્રોલીયા, શ્રી બાલુભાઈ કોડીયાતર, વેજાભાઇ માવદીયા તથા શીલ ખાતેના સેવાસેતુમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જયંતીભાઈ કામરીયા, અગ્રણી સર્વશ્રી રામજીભાઈ, શ્રી પરબતભાઈ સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો