ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર, જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢના સંચાલન હેઠળ SGFI રાજ્ય કક્ષાની બહેનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન ગત તા.૦૫/૧૦/૨૦૨૬ થી આગામી તા.૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં રમત ગમત પ્રત્યેની ખેલદિલીની ભાવના, સ્પર્ધાત્મકતા અભિગમ તથા ચેસ રમત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી ચંદુભાઈ મકવાણા, શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, શ્રી જીગ્નેશભાઈ ચાવડા, શ્રી હમીરસિંહ વાળા, શ્રી ભરતભાઈ ભેટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે અન્વયે યોજાયેલી અન્ડર-૧૪ કેટેગરીમાં બહેનોની ચેસ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે આ ખેલાડીઓએ પ્રથમ પાચ ક્રમ પ્રાપ્ત કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમે વીની ગાંધી – અમદાવાદ શહેર, દ્વિતીય ક્રમમાં રાજવી શુક્લા – ભરૂચ, તૃતીય ક્રમમાં માઘવી ઘોષ – વડોદરા, ચોથા ક્રમમાં કવીસા પી. આડેસરા – અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા ક્રમમાં આધ્યા ડીઓ – સુરત- આ સર્વે વિજેતાનો સમાવેશ થાય છે. આ વિજેતા બનેલા ખેલાડીઓ હવે આગામી SGFI રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ખેલાડીઓને રમત ગમતની જરૂરી તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે આયોજન સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આર્બીટર્સ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી – જુનાગઢની અખબારી યાદીમાં જણાવ્યુ છે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ









