તા. ૦૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતે યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાય
વર્ચ્યુઅલ માધ્યમથી નીતિન નવીન તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સંબોધ્યા દાહોદનું હૃદય ગણાતા ઐતિહાસિક છાબ તળાવ ખાતે યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે આદિવાસી નૃત્ય દ્વારા ચેરમેન શીશપાલ રાજપૂતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા બાદ ‘વંદે માતરમ’ના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતા આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયાએ યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી દાહોદ જિલ્લાના વિકાસની ગાથા અને વિવિધ વિકાસલક્ષી કાર્યોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.ચેરમેન શીશપાલ રાજપૂતે પ્રસંગોચિત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સૌએ એકતાથી આગળ વધવું જરૂરી છે. જનસેવાને રાષ્ટ્રસેવા સાથે જોડીને વિકાસના સંકલ્પને સાકાર કરવા સૌએ સહભાગી બનવું જોઈએ.ત્યારબાદ વર્ચ્યુઅલ માધ્યમથી નીતિન નવીન તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે છેલ્લા ૨૫ વર્ષમાં જનસેવાથી રાષ્ટ્રસેવા સુધીની યાત્રા અને દેશના વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રયાસોની ગાથા રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપ્રેમ અને દેશસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સંકલ્પ સાથે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ચેરમેન શીશપાલ રાજપૂતના હસ્તે ‘સેવા જ્યોતિ યાત્રા’ની જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી અને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. છાબ તળાવથી શરૂ થયેલી સેવા જ્યોતિ યાત્રા ભગીની સમાજ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં જ્યોતિની સ્થાપના કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતા આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, જિલ્લાના ધારાસભ્યઓ , જિલ્લા કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષકઓ , નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ સહિત પદાધિકારીઓ , અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા








