હાલોલમાં મહેસૂલી કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતની હડતાળ પર, અરજદારો પરેશાન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૧૦.૨૦૨૬

રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આહવાનને પગલે હાલોલના મહેસૂલી કર્મચારીઓએ આજે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને તમામ કર્મચારીઓ આજથી કામગીરીથી અળગા રહ્યા છે, જેના કારણે સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.રાજ્યના મહેસૂલી કર્મચારી મંડળ ધ્વારા આહવાન કરવામાં આવતા જ જિલ્લાભરના કર્મચારીઓએ તેને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જેના ભાગરૂપે આજથી હાલોલ મહેસૂલી કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ધ્વારા તેમની તમામ પડતર માંગણીઓ સંદર્ભે કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવામાં આવશે.બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓની હડતાળને કારણે હાલોલની વિવિધ સરકારી કચેરીઓમાં કામકાજ સાવ ઠપ્પ થઈ ગયું છે. સવારથી જ કચેરીઓના અનેક ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. પોતાના કામ અર્થે દૂર-દૂરથી આવેલા અરજદારોને કચેરીઓના ધક્કા ખાઈને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે, જેને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો