અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ, તમામ તાલુકાના મહેસૂલી કર્મચારીઓ જોડાયા
મોડાસા, અરવલ્લી:
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) દ્વારા આજથી, તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬થી, અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે.

મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું સમાધાન ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કર્મચારી મંડળ દ્વારા જણાવાયું છે. આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે.કર્મચારી મંડળ દ્વારા પોતાની માગણીઓને ન્યાયસંગત ગણાવી સરકાર સમક્ષ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આંદોલન દરમિયાન **“મહેસૂલી કર્મચારી એકતા જિંદાબાદ”**ના નારા સાથે એકતા દર્શાવવામાં આવી હતી.
ઓફિસમાં બીજી તરફ આંદોલન ને લઈ વિવિધ કામગીરીઓ ઠપ તથા અરજદારો ને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ઓફીસોમાં અરજદારોની ભીડ પણ જોવા મળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ દરેક તાલુકામાં જોવા મળ્યો હતો








