સાપુતારા પોલીસની માનવતાવાદી કામગીરી:-વિખૂટી પડેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાયુ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પરિવારથી વિખૂટી પડી ગયેલી એક મહિલાને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળવી આપવામાં આવી છે.ડાંગ-આહવાના જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક  કે.આર. ડિમરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયાની ટીમ આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે પેટ્રોલીંગમાં હતો.એ દરમિયાન સાપુતારા સ્વાગત સર્કલ સામેના ગાર્ડનમાં રાત્રિના સમયે એક અજાણી મહિલા સુતેલી હાલતમાં મળી આવી હતી.સાપુતારા પોલીસે પૂછપરછ કરતાં મહિલાએ પોતાનું નામ જયાબેન રમેશભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૪૦, રહે. વડોદ, ચાવડા ફળિયું, તા.જિ. આણંદ) હોવાનું જણાવ્યું હતું. રાત્રિનો સમય હોવાથી મહિલાને સુરક્ષિત રીતે સાપુતારા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નજીકના વાસદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ખાતરી કર્યા બાદ તેમના પરિવારજનોને સાપુતારા બોલાવવામાં આવ્યા હતા.બાદમાં સાપુતારા પોલીસ સ્ટેશને આવીને પતિ રમેશભાઈ ચાવડાએ તેમની પત્નીની ઓળખ કરી હતી અને જણાવ્યું હતું કે, તેમની પત્ની માનસિક રીતે અસ્થિર હોવાથી થોડા દિવસ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયાં હતાં. આમ, સાપુતારા પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીથી ‘ઓપરેશન મિલાપ’ હેઠળ મહિલાનું તેના પતિ અને પરિવાર સાથે સુખદ મિલન શક્ય બન્યું હતુ. આ ઉત્કૃષ્ટ કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશનના PI  જે.કે. બારીયા, WASI હસુબેન મણીલાલભાઈ , WPC રેખાબેન સેમાભાઈ અને WPC સાવિત્રીબેન જમસુભાઈ  દ્વારા કરવામાં આવી હતી..

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

કંડલા ફોરમ 2026માં હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્વિક હાઇડ્રોજન નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને DPA કંડલા ખાતે એકત્ર કર્યા; ગ્રીન મહત્વાકાંક્ષાઓને પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો