રિપોર્ટર માધવ મકવાણા લીમખેડા

જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલ દેવગઢબારીયાના તબીબી અધિક્ષક (વર્ગ-૧ ) ડો.રહીમભાઇ ઈબ્રાહિમભાઇ મેમણ લાંચ લેતા ઝડપાયા
રૂપિયા 40 હજારની લાંચ લેતા ગાંધીનગર ACBએ છટકું ગોઠવી તબીબને રંગે હાથ ઝડપી પાડયો
કુલ ૮ સહ વિધાર્થીઓની ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ ( ડી.આર.પી.) આધારે જે.એસ.ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢબારીયા ખાતે નિમણુક થયેલ. જેમાં આ કામના આક્ષેપિતે વિધાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તથા નોકરીમાં હેરાન નહી કરવા બાબતે એક વિધાર્થી દીઠ રૂ.૫૦૦૦/- લેખે કુલ ૮ વિધાર્થીના રૂ.૪૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હતી
જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ અને તે આધારે ફરિયાદી ની ફરિયાદ લઇ લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું
આ દરમ્યાન આ કામના આરોપીએ લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- ફરીયાદી પાસેથી સ્વીકાર કરતા ACBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી










