વાંસદાના ભીનાર ગામે કાવેરી નદી કિનારે પિતૃ શ્રાદ્ધનું આયોજન, 150થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા તાલુકાના ભીનાર ગામે હનુમાનજી મંદિર પાસે ધાર્મિક વિધિ યોજાઈ

વાંસદા: વાંસદા તાલુકાના ભીનાર ગામે હનુમાનજી મંદિર નજીક કાવેરી નદીના પવિત્ર કિનારે પિતૃ શ્રાદ્ધનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. ભીનાર સહિત આસપાસના ગામોના અંદાજિત 150 જેટલા શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પિતૃઓનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી શ્રાદ્ધવિધિમાં ભાગ લીધો હતો.

આ ધાર્મિક શ્રાદ્ધવિધિ ઉનાઈ બ્રહ્માંડ બ્રાહ્મણ પિયાંશુભાઈ જોષી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવવામાં આવી હતી. વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી શ્રાદ્ધવિધિ સવારે 11:30 કલાકે પૂર્ણ થઈ હતી.

કાવેરી નદીના પવિત્ર કિનારે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. પિતૃઓની આત્મશાંતિ અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

સ્થાનિક લોકો માટે આ આયોજન ધાર્મિક આસ્થા અને પરંપરાનું જતન કરતું મહત્વપૂર્ણ પ્રસંગ બન્યું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

કંડલા ફોરમ 2026માં હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્વિક હાઇડ્રોજન નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને DPA કંડલા ખાતે એકત્ર કર્યા; ગ્રીન મહત્વાકાંક્ષાઓને પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો