ડાંગના ભવાનદગડમાં મોટાભાઈ એ’ કામધંધો કર’ કહેતાં નાના ભાઈએ મોટા ભાઈને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ ડાંગ જિલ્લાના આહવા તાલુકા અંતર્ગત આવતા ભવાનદગડ ગામેથી ભાઈ-ચારાના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. ભવાનદગડ ગામમાં સગા બે ભાઈઓ વચ્ચે કામધંધો કરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ આક્રમક સ્વરૂપ ધારણ કરી લેતાં, નાના ભાઈએ ગુસ્સામાં આવી મોટા ભાઈ પર કુહાડી વડે હિચકારો હુમલો કરી દીધો હતો.આ લોહિયાળ હુમલામાં ૨૮ વર્ષીય યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર આહવા પંથક સહિત શાંત ગણાતા ડાંગ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભવાનદગડ ગામે રહેતા પવાર પરિવારના બે પુત્રો ગજેન્દ્રભાઈ રામચંદ્રભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૮) અને તેમનો નાનો ભાઈ રણજીતભાઈ રામચંદ્રભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૬) સાથે રહેતા હતા. મૃતક ગજેન્દ્રભાઈ કોઈ ચોક્કસ કામધંધો કરતા ન હોવાથી અવારનવાર ઘરે જ રહેતા હતા. બીજી તરફ તેમનો નાનો ભાઈ રણજીતભાઈ પવાર રોજમજૂરીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગજેન્દ્રભાઈ ઘરે બેસી રહેતા હોવાથી પરિવારમાં આર્થિક ખેંચતાણ રહેતી હતી.ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ ૬ ઓક્ટોબરના રોજ સાંજના સમયે રણજીતભાઈ દિવસભર મજૂરી કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. તે વેળાએ ઘરે હાજર મોટા ભાઈ ગજેન્દ્રભાઈને તેમણે નવરા બેસી રહેવાના બદલે કોઈ નાનું-મોટું કામધંધો કરી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે શાબ્દિક તકરાર શરૂ થઈ હતી.જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવી ગયેલા નાના ભાઈ રણજીતભાઈએ વિવેક બુદ્ધિ ગુમાવી દીધી હતી.ઉશ્કેરાટમાં આવીને રણજીતભાઈએ ઘરમાં પડેલી વાંસના દંડાવાળી ધારદાર કુહાડી હાથમાં ઉપાડી લીધી હતી અને મોટા ભાઈ ગજેન્દ્રભાઈ પર સીધો જીવલેણ હુમલો કરી દીધો હતો. કુહાડીના સપાટા વાગતાં ગજેન્દ્રભાઈ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. તેમના શરીરના વિવિધ ભાગો પર ગંભીર અને ઊંડા ઘા વાગવાના કારણે ભારે રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો. ઘટનાના પગલે આસપાસના પરિવારજનો તથા ચીસાચીસ સાંભળીને દોડી આવેલા સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.ઘટના બાદ તુરંત જ ઈજાગ્રસ્ત યુવકની સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી હતી અને તબીબી સ્ટાફે ગજેન્દ્રભાઈની તપાસ કરી હતી, પરંતુ કમનસીબે ગંભીર ઈજાઓને કારણે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હોવાથી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે યુવાન ભાઈઓ વચ્ચેની આ હિંસક ઘટનામાં મોટા ભાઈનું મોત થતાં અને નાનો ભાઈ હત્યાનો આરોપી બનતાં પવાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ લોહિયાળ બનાવ અંગે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને ફરિયાદના આધારે ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આહવા પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, ગુનામાં વપરાયેલું હથિયાર કબ્જે કરવા સહિત આરોપી સામે કડક કાનૂની પગલાં ભરવાની દિશામાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે..

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો