બામણગઢ સરકારી શાળાની દીકરીઓએ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં કલાત્મક પ્રદર્શન કર્યું

વિકસિત ભારત  ૨૦૪૭ અંતર્ગત કૃષિ યુનિવર્સીટી સરદાર સભા ગૃહ ખાતે સરકારી માધ્યમિક શાળા બામણગઢ ની દીકરીઓએ જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે વિકસિત ભારત અંતર્ગત વિવિધ પ્રતિકો દ્વારા  જેવાકે અનાજ,કઠોળ વિવિધ રંગ, ફૂલની કળી ,રેતી અને પાંદડાનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શાળાના આચાર્યશ્રી ડૉ. કોકિલા આર ઉંધાડ વિદ્યાર્થીઓ સાથે રહી તેમને બિરદાવ્યા હતા. જૂનાગઢના તમામ તાલુકાઓમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાની કળાનો પરિચય મેળવ્યો હતો. આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો