પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેસાલ ગામે ખોડિયાર મંદિર ખાતેથી અંદાજિત ૮ ફૂટ લાંબા મગરનું વન વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
શહેરા આર.એફ.ઓ. વી.જી. ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ભેસાલ ખોડિયાર મંદિર ખાતે પહોંચીને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અંદાજિત ૮ ફૂટ લાંબા મગરને કોઈ જાનહાનિ વિના પકડી સહીસલામત રીતે યોગ્ય સ્થળે છોડવામાં આવ્યો હતો.
આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન શહેરા આર.એફ.ઓ. વી.જી. ગઢવી, એસ.બી. માલીવાડ, મોર . જે.કે. પરમાર, મગલીયાણા . એ.એસ. પરમાર તથા દલવાડા બીટ ગાર્ડ ડી.બી. રાઠવા સહિતનો વન વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.
વન વિભાગની ટીમની સમયસરની કામગીરીને પગલે મંદિર પરિસરમાં રહેલા લોકોમાં સર્જાયેલી ચિંતા દૂર થઈ હતી અને મગરને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યો હતો.








