ગરબાડાના ગાંગરડા ખાતે EMRS રેસિડેન્સિયલ સ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ

તા.૦૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડાના ગાંગરડા ખાતે EMRS રેસિડેન્સિયલ સ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ

210 વિદ્યાર્થીઓ અને 29 સ્ટાફ સભ્યોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ખાતે આવેલી EMRS રેસિડેન્સિયલ સ્કૂલમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા બેઝિક આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અંતર્ગત રોડ સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ તાલીમ કાર્યક્રમમાં શાળાના કુલ 210 વિદ્યાર્થીઓ તથા 29 સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી જયેશકુમાર લુહાર, RTO એસ. કે. ગામીત તથા ARTO એન. એસ. કડિયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગ સલામતી અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન માર્ગ પર અવર જવર કરતી વખતે રાખવાની સાવચેતી, ટ્રાફિકના નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ, રસ્તો ઓળંગતી વખતે રાખવાની તકેદારી તેમજ અકસ્માતો ટાળવા માટે જરૂરી સલામતીના પગલાં અંગે સમજ આપવામાં આવી હતી.અધિકારીઓએ વિદ્યાર્થીઓને “સલામત માર્ગ, સુરક્ષિત જીવન”ના સંદેશ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ પણ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિ અને અકસ્માત સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો